આટલા વર્ષનો ગુજારો,
જે કરીયો તારા સંગ,
ફૂલ જે તારા નૂર થી હસ્તા,
મુરઝાયી જશે એના રંગ।
ઉમરો પાર કરી દઈસ તું,
પણ હૃદય થી નહી જાયે,
નમ થઈ જશે આખો,
જ્યારે ડોલી માં બેસી જૈશ તું।
નાનકડી ઢીંગલી,
હવે પેર્શે લગનનો જોડો,
એક ઘર મુકીને, જ્યારે જશે બીજા ઘરે,
થશે મારા જીવન નો પાનો કોરો।
ભાઈ-બેન નો પ્રેમ,
માં-બાપ ની ફટકાર,
યાદ આવશે આ બદ્દા દિવસો મને,
જ્યારે ખાતો હતો હુ તારા પ્રેમ ની માર।
-મોનિલ ગામી।