માર્ગ ભટકો તો યાદ દેવડાવે,
અંધારા થી રોશની માં હાથ પકડીને લઇ આવે,
આ તો જીવન ના બે પહિયા છે,
આવા આ આપણા જન્મદાતા છે।
સવાર થી લઈને સાંજ સુધી,
આપડો વિચાર કરતા હોય,
આપડે જમ્યા કે નઈ, આનીજ ચિંતા કરતા હોય,
આવા આ આપડા અન્નદાતા છે।
પોતાના સુખ કરતા,
પોતાના બાળકોનું સુખ વિચારતા હોય,
આપણી ખુશીની ચિંતા સવથી પહેલા કરતા હોય,
આવા આ આપડા સુખદાતા છે।
એક માંગો તો હજાર આપે છે,
આપણા સુખ મા, પોતાનો સુખ શોધતા હોય છે,
પોતાના પ્રાણ પણ નિછાવર કરી દેતા હોય,
આવા આપડા પ્રાણદાતા છે।
છાેકરાઆે ભૂલી જાયે છે એમના આ ત્યાગ,
જે કરે છે આ દાતા આપણી માટે,
ભુલવુ હોય તો આ ભગવાનને ભૂલી જાજો,
પણ આવા મા બાપ ને ભૂલશો નહી।
મોનિલ ગામી।