જે પ્રેમ ના દેવ છે,
જે મારા હૃદય મા વસે છે,
જે માધવ એમની માધવી સંગ છે,
એ રાધા કૃષ્ણ ને મારુ નમન છે।જે માખન ખાતા હોય,
જે રાધે રાધે પુકારતા હોય,
જે કેશવ એમની કેશવી જોડે છે,
એ રાધા કૃષ્ણ ને મારુ નમન છે।જેમનુ ધર્મ સુદર્શન છે,
જેમનુ કર્મ પ્રેમ છે,
જે કિશોર એમની કિશોરી જોડે છે,
એ રાધા કૃષ્ણ ને મારુ નમન છે।જે ગીતા નો સાર કરતા હોય,
જે અર્જુન ના સારથી હોય,
જે ગોપીનાથ ને એમની ગોપિકા નો સાથ હોય,
એ રાધા કૃષ્ણ ને મારુ નમન છે।જે ગોવર્ધન પોતાની આંગળી ઉપર ધારન કરે,
જે ગોપીયોં સાથ રાસ રચાવે,
જે નારાયણ ને એમની લક્ષ્મી નો સાથ હોય,
એ રાધા કૃષ્ણ ને મારુ નમન છે।જે કાલીયા, કંસ નુ મર્દન કરે,
જે દ્વારકા નુ નિર્માણ કરે,
જે કૃષ્ણ એમની રાધા જોડે છે,
એ રાધા કૃષ્ણ ને મારુ નમન છે।જેમના આરાધ્ય સ્વયં મહાદેવ હોય,
જેમની આખો મા ચંચળતા હોય,
જે દેવકીનંદન એમની વૃષભાન નંદિની જોડે છે,
એ રાધા કૃષ્ણ ને મારુ નમન છે।જેમના હૃદય મા રાધા કૃષ્ણ વસતા હોય,
– મોનિલ ગામી।
જે કૃષ્ણ ના માર્ગ ઉપર ચલતા હોય,
જે મીરા ની ભક્તિ ને સમજતા હોય,
એવા આ રાધા કૃષ્ણ ના ભક્તો ને મારુ નમન છે।
