પિતા
/pɪ.t̪ɑː/
પિતા, આ એક શબ્દ જ્યારે હું સાંભળું છું તો આ માણસ ના બધા ત્યાગ યાદ આવી જાય છે, માતા-પિતા તો આપડા જીવન ના એ પહિયા છે જેના વગર જીવન ની ગાડી આગડ ક્યારે પણ ના વધે. પણ આજે હુ ખાલી એક પિતા ની વાત કરીસ.
જ્યા આંસુ બટાડવાની વાત આવે ત્યારે આ માણસ નબળા પડી જાય છે, જ્યા પોતાનુ ધ્યાન રખવા પહેલા પોતાના છોકરાઓનું ધ્યાન રાખે આ પિતા છે, દિવસ-રાત્રે બારે મહેનત કરવા પછી પણ આ માણસ એકજ વિચાર કરે છે કે ઘરે બધા સુખી તો છેને?
એક વસ્તુ માંગો તો હજારો વસ્તુ આપે છે, આપડા આંખો માં થોડાક આંસુ આવી જાય તો મોંઘી થી મોંઘી વસ્તુ આપડા હાથ માં આપે છે, પોતે શાંત રહીને બીજાને શાંત કરાવે, કેટલાક પણ દુઃખ કેમ ના હોય, પરિવાર ને ક્યારે પણ ખબર ના પડવા દે.
એવા આ પિતા કોઈ માણસ નથી, ઈશ્વર નો કોઈ રૂપ અજ છે. એમની તો એટલીજ ઈચ્છા છે કે ઘરે થી નીકળવા પહેલા અને ઘરે આવ્યા પછી એમનુ ઘર જીવન ભર હસતુ રહે, કેમકે આ એક માત્ર એવી વસ્તુ છે જે એક પિતા ને ખુશ કરી સકે।