wedding poem by Monil Gami

લગ્નના સમાચાર

|| શ્રી ગણેશાય નમઃ ||
|| શ્રી અંબાજી માતાય નમઃ ||


હજુ તો જાણે ગઈ કાલ ની વાત છે,
અમારા આંગણમાં જે નદી જેવી વહેતી હતી,
ભાઈ-બેહેનો સાથે હસ્તી રમતી હતી,
અમારી દીકરી…
હવે તમારા આંગણ ની શોભા બનશે,
હવે સપ્તપદી ના સાત વચને બંધાશે,
અને…
કન્યાદાન નું સૌભાગ્ય અમને મળશે.
આ શુભ પ્રસંગે, આપ વાજતે ગાજતે
જોડેરી જાન લઇ વેલેરા પધારજો.

– મોનીલ ગામી
Monil Gami
Monil Gami
Articles: 15
en_USEnglish